Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગરબી બાળકો ના વહારે આવ્યું AMC,બહેરાશ અનુભવતા હોય તેવા બાળકો પણ હવે અન્ય બાળકોની જેમ સાંભળી શકશે

અમદાવાદ શિક્ષણ નગર સમિતિ અને પ્રુડન્ટ દ્વારા આજે અમદાવાદ નગર શિક્ષણ સમિતિ અંતર્ગત ભણતા બાળકો જે સાંભળી શકતા નથી તેવા બાળકોને ડિવાઇસ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ડિવાઇસ થકી બાળકો હવે અન્ય બાળકોની જેમ પણ સરળતાથી અને સારી રીતે સાંભળી શકશે..સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોજેક્ટ ચલાવાયોઅમદાવાદ પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતા એ  જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની 459 શાળા
ગરબી બાળકો ના વહારે આવ્યું amc બહેરાશ અનુભવતા હોય તેવા બાળકો પણ હવે અન્ય બાળકોની જેમ સાંભળી શકશે
અમદાવાદ શિક્ષણ નગર સમિતિ અને પ્રુડન્ટ દ્વારા આજે અમદાવાદ નગર શિક્ષણ સમિતિ અંતર્ગત ભણતા બાળકો જે સાંભળી શકતા નથી તેવા બાળકોને ડિવાઇસ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ડિવાઇસ થકી બાળકો હવે અન્ય બાળકોની જેમ પણ સરળતાથી અને સારી રીતે સાંભળી શકશે..
સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોજેક્ટ ચલાવાયો
અમદાવાદ પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતા એ  જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની 459 શાળામાં આશરે 1,66,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.જેમાંથી કેટલાક બાળકો એવા હતા કે જે સાંભળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા.કોઈ બાળક 40 ટકા કોઈ બાળક 60 ટકા કે કોઈ બાળક 90 ટકા સાંભળી શકતું ન હતું.જેના માટે રેડક્રોશ દ્વારા એક શ્રુતિ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં જે બાળકો સાંભળવાની સમસ્યા ઉદભવી રહ્યા હતા.તેવા બાળકોને હીયરીંગ બેન્ડ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
100થી વધુ બાળકોને હિયરિંગ આપવામા આવ્યા.
વધુમાં જણાવ્યું હતું કે અંદાજે 100 થી પણ વધુ બાળકોને આજ હીયરીંગ બેન્ડ આપવામાં આવ્યા હતા.જેના કારણે બાળકો હવે સામાન્ય બાળકની જેમ પણ સરળતાથી અને સારી રીતે સાંભળી શકશે.જેથી બાળકોને અભ્યાસમાં જે પણ પ્રકારની સમસ્યાઓ ઉદભવતી હતી તે હવે ઉદ્ભવશે નહીં. આ ઉપરાંત આવનાર સમયમાં G20નું આયોજન કરવામાં આવ્યું છે.તેના સંદર્ભમાં અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ ત્રણ નંબર આવનાર બાળકોને યોગ્ય ઇનામ પણ આપવામાં આવ્યા છે.
દુનિયાનું એકમાત્ર ડિવાઇસ
ફાઉન્ડર રાજશાહે એ જણાવ્યું હતું કે આ એકમાત્ર દુનિયાનું ડિવાઇસ છે.જે કોઈ બાળક કે કોઈ વ્યક્તિને કાનનો પડદો કે કાનનું કાણું ન હોય તેવા લોકો પણ સરળતાથી આ ડિવાઇસ દ્વારા સાંભળી શકે છે.આને કાર્યની કરવાની પદ્ધતિ અન્ય ડિવાઇસ કરતા એકદમ અલગ છે.અન્ય ડિવાઇસ કાનના અંદર પહેરવામાં આવતા હોય છે.પરંતુ આ ડિવાઇસ કાનની અંદર નહીં પરંતુ કાનની બહાર લગાવવામાં આવે છે.આ દિવસથી કાનના હાડકા થી મગજ સુધી અવાજ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે.
ભારત સહિત નવ દેશમાં ઉપયોગમાં લેવાય છે
વધુમાં જણાવ્યું હતું કે અમે આ ડિવાઇસ અત્યાર સુધી 5 હજારથી પણ વધુનું વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં ખાસ કરીને સરકારના માધ્યમ અને અન્ય સામાજિક સંસ્થાઓની મદદથી અમુક બાળકોને નિશુલ્ક પણ આપવામાં આવે છે.અત્યાર સુધી 400થી પણ વધુ બાળકોને સરકાર અને અન્ય સામાજિક સંસ્થાઓ ની મદદથી નિશુલ્ક આપવામાં આવ્યા છે.માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય નવ દેશોમાં પણ આ ડિવાઇસ ઉપયોગમાં આવી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.